મોરબી : વિનર્સ ડાન્સ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ એકેડેમી પ્રસ્તુત વિનર્સ ડાન્સ એકેડમી મોરબી દ્વારા તારીખ 23 ફેબ્રુઆરી ને રવિવારના રોજ સેલિબ્રિટી ડાન્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબીના રવાપર રોડ પર આવેલી નીલકંઠ સ્કૂલ ખાતે 23 ફેબ્રુઆરીએ સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી આ ડાન્સ વર્કશોપ યોજાશે. જેમાં ડાન્સ પ્લસ ફેમ કોરીયોગ્રાફર દીપિકા સોની ડાન્સ વિશે નોલેજ આપશે. ડાન્સ સ્કીલ કેવી રીતે વધારવી, પર્ફોર્મ કેવી રીતે કરવું, નવી નવી ટેકનીકની માહિતી, કોરીયોગ્રાફી નોલેજ, મ્યુઝીકાલિટી નોલેજ સહિતની માહિતી આપશે. સાથે જ રિયાલિટી શોમાં આગળ વધવા માટેની પ્રેરણા પૂરી પાડશે. ત્યારબાદ દીપિકા સોનીના હસ્તે સ્પર્ધકોને સર્ટીફીકેટ આપી સન્માનિત કરવામાં આવશે. આ ડાન્સ વર્કશોપમાં ઉપસ્થિત રહેવા રજિસ્ટ્રેશન કરાવવા માટે મોબાઈલ નંબર 99781 82222 અથવા 98752 74203 અથવા 83207 66230 પર સંપર્ક કરવા જણાવ્યું છે.