મોરબી : પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ખાખરાળાના ડો. એસ.એચ.જીવાણીની સુચના મુજબ મ.પ.હે.સુ- ખાખરાળાના કે.કે. કાલરીયાના માર્ગદર્શનમાં ખાખરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નીચે આવતા સેજાના ગામોમાં જૂલાઇ માસ ડેન્ગ્યુ વિરોધી માસ નિમિત્તે શાળાઓમાં ગપ્પી ફીશ તેમજ મેલરીયા-ડેન્ગ્યુના મચ્છરના પોરા નિદર્શન દરેક ગામમાં શાળામાં બતાવવામાં આવ્યું હતું. તેમજ ગામમાં પત્રીકા વિતરણ કરવામાં આવી હતી.ગામમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકન ગુનીયા જેવા રોગો વિશે જનજાગૃતી ફેલાવવામાં આવી હતી. સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વિસ્તારના ગામોમાં રેલી દ્વારા પણ ગામજનોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મચ્છરના પોરા માછલીઓ કઈ રીતે ખોરાકમાં લે તે લાઈવ શાળાના બાળકોને બતાવવામાં આવ્યું હતું. મેલરીયા, ડેન્ગ્યુ જેવા રોગો થતા અટકાવવાના પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સાથે દરેક ગામમાં પાણીમાં કલોરીનેશન ચેક કરવાની કામગીરી તેમજ પાણીજન્ય રોગચાળો અને મચ્છર જન્ય રોગચાળા વિશે લોકોને માહિતગાર કરવામા આવ્યા હતા.પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરાળાના સુપરવાઈઝર કે. કે. કાલરીયા દ્વારા દરેક ગામની વિઝિટ કરી અને યોગ્ય કામગીરી થાય તેમજ લોકો સુધી યોગ્ય માર્ગદર્શન મળે તેવું પણ આયોજન કરાયું હતું.