જિલ્લા પંચાયત કચેરી ખાતે પણ રંગબેરંગી ફુગ્ગા ઉડાડાયા મોરબી : દેશમાં વેકસીનના 100 કરોડ ડોઝ પુરા થતા જિલ્લામાં આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. જિલ્લા પંચાયત ઉપરાંત અનેક પીએચસીમા ઉજવણી કરવામાં આવી હતી. મોરબી જિલ્લામાં આજે દેશમાં 100 કરોડ ડોઝ પૂર્ણ થવાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પંચાયત કચેરી ખાતે રંગબેરંગી ફુગ્ગા આકાશમાં ઉડાડવામાં આવ્યા હતા. જ્યારે જિલ્લાની અનેક પીએચસીમાં 100 કરોડ રસીકરણ ડોઝ સહિતના લખાણ સાથેની આકર્ષક રંગોળીઓ બનાવવામાં આવી હતી. આ વેળાએ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એમ. કતીરા, વેકસીનેશન સંભાળનાર ડો. વિપુલ કારોલીયા અને પીએચસીના ડોક્ટરો ઉજવણીમાં જોડાયા હતા.