મોરબી : દિલ્હીમાં આજે ભાજપની જીત થતા મોરબીમાં પણ ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નગરદરવાજે ભાજપના આગેવાનોએ એકબીજાના મોઢા મીઠા કરી દિલ્હીમાં થયેલી જીતને વધાવી હતી. આ ઉજવણીમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, જિલ્લા ભાજપ મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા, શહેર ભાજપ પ્રમુખ રિશીપભાઈ કૈલા સહિતના જોડાયા હતા.