રાજકોટ : આયુષ મંત્રાલય અને MDNIY ના સહયોગથી દર્શન યુનિવર્સિટી, રાજકોટ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ – ૨૦૨૬ ને અનુલક્ષીને ૧૦૦ દિવસીય કાઉન્ટડાઉનના ભાગરૂપે ૯૩મા દિવસની ઉજવણીનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે.આ અભિયાન અંતર્ગત દેશની વિવિધ યુનિવર્સિટીઓ, શૈક્ષણિક સંસ્થાઓ તથા યોગ સંસ્થાઓ દ્વારા યોગ સંબંધિત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે આગામી તારીખ ૨૧ માર્ચ, ૨૦૨૬ ને શનિવારના રોજ સવારે ૭:૩૦ થી ૧૧:૩૦ કલાક દરમિયાન મોરબી રોડ પર આવેલ દર્શન યુનિવર્સિટી ખાતે વિવિધ યોગ આધારિત પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓ યોજાશે.આ કાર્યક્રમમાં કોમન યોગ પ્રોટોકોલ અભ્યાસ, યોગિક ક્વિઝ સ્પર્ધા, યોગ ડાન્સ સ્પર્ધા, બાળકો માટે સૂર્યનમસ્કાર સ્પર્ધા, ભગવદ્ ગીતા નિર્ધારિત શ્લોક મુખપાઠ અને યોગિક શુદ્ધિ ક્રિયાઓનું નિદર્શન જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.આ તમામ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે ફ્રી ઓનલાઈન રજિસ્ટ્રેશન રાખવામાં આવ્યું છે. સ્પર્ધામાં વિજેતા બનનાર સ્પર્ધકોને આકર્ષક પુરસ્કારો અને તમામ ભાગ લેનારને પ્રમાણપત્ર (Certificate) એનાયત કરવામાં આવશે. ખાસ કરીને રાજકોટ અને મોરબી શહેરમાંથી આવનારા લોકો માટે મુખ્ય જગ્યાઓથી નિઃશુલ્ક બસ વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે.સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન લિંક (https://forms.gle/LCqv9hqqRSax5uHCA) પર ફોર્મ ભરવાનું રહેશે. વધુ માહિતી અને રજિસ્ટ્રેશન માટે રજિસ્ટ્રેશન વિભાગમાં જસ્મીનભાઈ (9426450428), યોગિક ક્વિઝ માટે સોનલબેન (9429314927), યોગ ડાન્સ સ્પર્ધા માટે ભારતીબેન (9426169404), બાળકો માટે સૂર્યનમસ્કાર સ્પર્ધા માટે નીલમબેન (9825709990) તથા ભગવદ્ ગીતા નિર્ધારિત શ્લોક મુખપાઠ માટે રૂપલબેન (8460010160) નો સંપર્ક કરવા જણાવાયું છે.#Rajkot #Morbi #MorbiUpdate #MorbiNews #DarshanUniversity #InternationalYogaDay #YogaCountdown #YogaEvent #AyushMinistry #YogaCompetition