સરસ્વતી શિશુમંદિર ખાતે યીજયેલા કાર્યક્રમમાં મનો વિકલાંગ બાળકોનું સન્માન કરી અભિવાદન કરાયું મોરબી : આજે તા.3 ડિસેમ્બર એટલે વિશ્વ દિવ્યાંગ દિવસ. 'દિવ્યાંગ' શબ્દ દ્વારા તેઓની વ્યાખ્યામાં માત્ર શબ્દની નહિ પરંતુ અર્થ સભરતાથી ચેતનવંતુ બનાવી દીધું છે. કુદરત અમુક અંગોની ઉણપ રાખે છે. ત્યારે અન્ય અંગોમાં અનેકગણી તાકાત ઉમેરી દે છે. ત્યારે આજે મોરબીના મનો દિવ્યાંગ બાળકો દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરાઈ હતી. મોરબીમાં વસવાટ કરતા દિવ્યાંગ બાળકો અને તેના વાલીઓ સાથે સક્ષમ મોરબી ટિમ સાથે યુવા આર્મીના સભ્યો તથા શિશુમંદિર પરિવાર દ્રારા આજે શિશુ મંદિર વિદ્યાલય - મોરબી (શનાળા) ખાતે દિવ્યાંગ બાળકોએ યજ્ઞ કરી ભારતમાતા પૂજન કર્યું હતું અને દિવ્યાંગ બાળકોનું સન્માન કરી મીઠાઈનું આપી તેમનું અભિવાદન કરાયું હતું. આત્મનિર્ભર ભારત સક્ષમ ભારતના ભાગરૂપે મોરબીમાં રહી આત્મનિર્ભર દિવ્યાંગ જનોનું ખાસ સન્માન કરવામાં આવેલ હતું. જેમાં મનો દિવ્યાંગ જય ઓરિયા, જયરાજસિંહ જાડેજા, વિજય રમેશભાઇ(ચાઈનીઝ પંજાબી), ચિંતન દીપેશભાઈ, સેરેબ્રલ પાલસી દીકરી રાજલબેન મહેશભાઈ, ફીઝીકલ દિવ્યાંગો પઢારીયા મયૂરભાઈ, ગોહીલ આનંદભાઈ, વઘેલા રવીભાઈ, મઢવી નિમૅલભાઈ, નકુલ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..