વિશ્વકર્મા જન્મ જ્યંતી નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઈ મોરબી : મોરબીમાં ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા આજે વિશ્વકર્મા જન્મ જ્યંતી મહોત્સવની ધર્મોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.વિશ્વકર્મા જન્મજ્યંતી મહોત્સવ નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.તેમજ આજે સાંજે ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા વિશ્વકર્મા જ્યંતી નિમિતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યા લોકોએ જોડાઈને વિશ્વકર્મા જયંતિની હર્ષોલ્લાસભેર ઉજવણી કરી હતી. મોરબીમાં આજે વિશ્વકર્મા જન્મ જ્યંતી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.જેમાં વિશ્વકર્મા સોશિયલ ગ્રુપ દ્વારા સંસ્કાર બ્લડ બેંકના સૌજન્યથી વિશ્વકર્મા જયંતિ નિમિત્તે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ સાંજે વિશ્વકર્મા ધામ, ગાંધીનો પ્લોટ, સ્કાય મોલની બાજુમાં, શનાળા રોડ ખાતે યોજવામાં આવ્યો હતો.જેમાં રક્તદાન કરનાર રક્તદાતાઓને પ્રોત્સાહન ભેટ આપવામાં આવી હતી.તેમજ ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા વિશ્વકર્મા જયંતિની વિશ્વકર્મા ધામ, ગાંધીનો પ્લોટ, સ્કાય મોલની બાજુમાં, શનાળા રોડ ખાતે ઉજવણી કરવામાં આવી હતી.જેમાં સુથાર સમાજ દ્વારા પ્રભાત આરતી, સંધ્યા આરતી, શોભાયાત્રા, સમૂહ ભોજન, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, રમત-ગમત ક્ષેત્રના વિજેતાઓ તથા દાતાઓનું સન્માન સહિતના કાર્યક્રમો યોજાયા હતા.જેનો મોટી સંખ્યામાં લોકોએ શ્રધ્ધાભેર લાભ લીધો હતો.જ્યારે વિશ્વકર્મા જ્યંતી નિમિતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યા લોકોએ જોડાઈને વિશ્વકર્મા જયંતિની હર્ષોલ્લાસભેર ઉજવણી કરી હતી.