મોરબી : મોરબીના રામધન આશ્રમમાં શરદપૂનમની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામ ખાતે આવેલા રામધન આશ્રમમાં શરદપૂનમ નિમિત્તે સવારે યજ્ઞ, સાંજે ઉમિયા માતાની મહાઆરતી, કુમારિકાપૂજન અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દિલીપભાઈ, દેવકરણભાઈ, દલસુખભાઈ, મહાદેવ ભગત તેમજ ભાવિક મહિલાઓએ જહેમત ઉઠાવી હતી. તેમ મુકેશ ભગત ની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..