મોરબી: સહકાર ભારતી મોરબી શાખા દ્વારા આ આગામી તારીખ 20 જાન્યુઆરી ને શુક્રવારના રોજ સહકાર ભારતી સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવનાર છે. સહકાર ભારતીના પ્રમુખ ડો. બી.કે. લહેરૂના જણાવ્યા પ્રમાણે, સહકાર ભારતી સ્થાપના દિનની ઉજવણી ડો. જે.એસ. ભાડેશિયા (સંઘ સંચાલક પશ્ચિમ ક્ષેત્ર)ના હસ્તે 20 જાન્યુઆરી ને શુક્રવારના રોજ સવારે 9 કલાકે મોરબીના કાયાજી પ્લોટ ખાતેના ધન્વંતરિ ભવનમાં કરવામાં આવશે. જેમાં મોરબી જિલ્લાના સહકારી ક્ષેત્રે જે તે સહકારી બેંક મંડળી સેવા સહકારી ક્ષેત્રે જે તે સંસ્થાના પ્રમુખ, પ્રતિનિધિ અથવા સભ્યો કે હોદ્દેદારોએ ઉપસ્થિત રહેવા જણાવાયું છે.