મોરબી : મોરબીના ત્રાજપરના સિલ્વર પાર્ક સોસાયટી ખાતે આજે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ વેળાએ સમૂહ આરતી અને પ્રસાદ સહિતના અનેક ધાર્મીક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં ભાવિકોની ઉપસ્થિતી રહી હતી.