મોરબી : ગઈકાલે તારીખ 22 જાન્યુઆરીના રોજ સમગ્ર મોરબીમાં અયોધ્યામાં થયેલા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભાવભેરથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબીના પેઈન્ટર કુમાર રોડ પર પણ આ મહોત્સવ નિમિત્તે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષીને પેઈન્ટરકુમાર રોડને શણગારવામાં આવ્યો હતો. તેમજ દીપ પ્રાગટ્ય કરીને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પેઈન્ટર કુમાર રોડના વેપારી મિત્રો પણ આ પાવન કાર્યમાં જોડાયા હતા.