હોદેદારોએ કેક કાપી આરતી કરીને વડાપ્રધાનને શુભકામનાઓ પાઠવી મોરબી : નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ પર રાષ્ટ્રીય દીનદયાલ સેવા સંઘ પરિવારના હોદેદારોએ કેક કાપી આરતી સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી. આ વેળાએ ગુજરાત પ્રદેશ કન્વીનર બિંદીયાબેન રામાવત, ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ધર્મીસ્ઠાબેન વ્યાસ, મોરબી જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ જાગ્રતિબેન, મોરબી જિલ્લા પ્રભારી વંદનાબેન જોષી, મોરબી જિલ્લા પ્રમુખ ભરતભાઇ, જીનેશભાઈ સહિતનાએ શુભકામનાઓ પાઠવી હતી. આવી જ રીતે નરેન્દ્ર મોદી વિચાર મંચ પરિવારના સભ્યોએ પણ કેક કાપી આરતી સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી. જેમાં મોરબી મહિલા શાખાના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન વ્યાસ, શહેર મહિલા અધ્યક્ષ વંદનાબેન જોષી, મોરબી મેન શાખાના અધ્યક્ષ કૌશલભાઈ મહેતા, યુવા શહેર પ્રમુખ નીલકંઠભાઈ જોષી સહિતના જોડાયા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..