મોરબી : મોરબીમાં મકરસંક્રાંતિ નિમિત્તે ગણેશ ગ્રુપના યુવાનો દ્વારા ઝૂંપડપટ્ટીના બાળકોને ફૂડ પેકેટનું વિતરણ, ગાયોને ઘાસચારો, કૂતરાને બિસ્કીટ આપી સેવાના કાર્યો કરવામાં આવ્યા હતા. મોરબીમાં ગણેશ ગ્રુપ દ્વારા છેલ્લા ૫ વર્ષથી દર મકરસંક્રાતિના દિવસે સેવાકીય કાર્ય કરવામાં આવે છે. તેમ આ વર્ષે પણ આ ગ્રુપના યુવાનો દ્વારા મોરબીની ઝૂંપડપટ્ટીના બાળકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા ગાયોને નીણ અને કૂતરાને બિસ્કીટ નાખવામાં આવ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..