મોરબી : મોરબીમાં જાગા સ્વામી મિત્ર મંડળ તથા સમસ્ત મોચી સમાજ દ્વારા આજરોજ મોચી જ્ઞાતિ રત્ન ભક્તરાજ લાલાબાપાની ૮૧મી પુણ્યતિથીની ઉજવણી કરવામાં આવી હતી. કોરોના મહામારીના કારણે બે વર્ષ બાદ આ વર્ષે જાગા સ્વામી મિત્ર મંડળ અને સમસ્ત મોચી સમાજ મોરબી દ્વારા પૂજય સંત લાલાબાપાની પુણ્યતિથીની ઉજવણી બ્રાહ્મણ વાડી, સાવસર પ્લોટ શેરી નં-૧૦/૧૧,વ્રજ હોસ્પિટલ સામે મોરબી ખાતે કરવામાં આવી હતી. જેમાં સવારે ૧૦:૩૦ કલાકે મહાઆરતી યોજાઈ હતી. આ આરતીમાં મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા જ્ઞાતિ અગ્રણી અને મોરબીના ડી.વાય. ડી ડી ઓ ઈલાબેન ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા.તેમજ આ પ્રસંગે મંડળના પૂર્વપ્રમુખને જ્ઞાતિજનોએ બે મિનિટનું મૌનપાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સવારે ૧૧:૩૦ કલાકે બહોળી સંખ્યામાં જ્ઞાતિજનોએ સમૂહ પ્રસાદ લીધો હતો. તેમ પ્રમુખ ઈશ્વરભાઈ એમ રાઠોડની યાદી માં જણાવ્યું છે.