પંચવિધ કાર્યક્રમો યોજી શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવવામા આવ્યો મોરબી : મોરબીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કૃષ્ણ જન્મોત્સવ નિમિતે ગઈકાલે બપોરે તથા રાત્રે ૧૨ કલાકે મટકીફોડ, મહાઆરતી, સમસ્ત ધર્મપ્રેમી જનતા માટે ફરાળ પ્રસાદ તથા ડીઝીટલ રાધા-કૃષ્ણ સ્પર્ધા સહીત પંચવિધ કાર્યક્રમો યોજી જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. સંતો-મહંતોની ઉપસ્થિતીમા આ કાર્યક્રમો યોજાયા હતા. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા જન્માષ્ટમીના પાવન પર્વ નિમિતે પંચવિધ કાર્યક્રમો યોજી શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામા આવ્યો હતો. જે અંતર્ગત સંતો-મહંતોની ઉપસ્થિતીમા સવારથી જ શહેરના અયોધ્યાપુરી રોડ સ્થિત રામજી મંદિર પાસે સમસ્ત ધર્મપ્રેમી જનતા માટે ફરાળ પ્રસાદનુ આયોજન કરવા મા આવ્યુ હતુ. જેમા બહોળી સંખ્યામા ભક્તજનોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી, તે ઉપરાંત ડીઝીટલ રાધા-કૃષ્ણ સ્પર્ધા યોજાઈ હતી. જેમા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેના વિજેતાના નામ તેમજ ઈનામ વિતરણ ની તારીખ હવે પછી જાહેર કરવામા આવશે. તેમજ બપોરે તેમજ રાત્રે ૧૨ કલાકે મટકીફોડ તેમજ મહાઆરતી સહીતના કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..