વાંકાનેર : I.C.D.S. વિભાગ દ્વારા વાંકાનેર શહેર અને તાલુકાના અલગ-અલગ આંગણવાડી કેન્દ્ર પર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ વાંકાનેર શહે મા 2 જગ્યાઓ પર અને વાંકાનેર તાલુકામા 1 જગ્યા પર યોજાયેલ હતો. વાંકાનેર શહેરમા કાર્યક્રમ મિલપ્લોટની ત્રણેય આંગણવાડી A-B-C નો સંયુક્ત રીતે યોજાયો હતો. જ્યારે બીજો કાર્યક્રમ કુંભારપરા, સલાટ, આરોગ્યનગર અને આંબેડકરનગરની આંગણવાડી દ્વારા યોજાયો હતો. અને વાંકાનેર તાલુકાનો કાર્યક્રમ દલડી ખાતે યોજાયેલ હતો. આ કાર્યક્રમમાં અલગ-અલગ સ્પર્ધાનું આયોજન કરેલ હતું. જેમાં રંગોળી સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, હેર સ્ટાઈલ સ્પર્ધા, ડાન્સની સ્પર્ધા અને ખાસ પોષણયુક્ત વાનગી સ્પર્ધાનું આયોજન કરેલ હતું. વાંકાનેર શહેરના બંને કાર્યક્રમમાં I.C.D.S. વાંકાનેરના ઘટક A અને Bના C.D.P.O. તૃપ્તિબેન કામલીયા અને મયુરીબેન ઉપાધ્યાય ઉપસ્થિતિ રહેલ હતા. વાંકાનેર શહેરના સુપરવાઇઝર ચાંદનીબેન વૈદ અને R.B.S.K.ના ડો. આશાબેન તથા પૂર્વીબેનએ હાજરી આપી હતી. આ તકે ખાસ મિલપ્લોટના કાર્યક્રમમાં વોર્ડ નંબર-2ના મહિલા કોર્પોરેટર જયશ્રીબેન અને કમળાબેન હાજર રહ્યા હતા. અને કુંભારપરાના કાર્યક્રમમા વોર્ડ નંબર-7ના મહિલા કોર્પોરેટર રીટાબા રાઠોડ હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનોના હસ્તે કેક કાપી સ્પર્ધામાં વિનર થયેલ બહેનોને ઇનામ વિતરણ કરેલ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દરેક આંગણવાડીના વર્કર અને હેલ્પર બહેનોએ જહેમત ઉઠાવેલ હતી.