માળીયા(મી.) : માળીયા(મી.)ના સંગાથ વૃદ્ધાશ્રમમાં આજે વડીલોને મનપસંદ એવા વિવિધ કાર્યક્રમો સાથે વૃદ્ધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આજે 1 ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ નિમિત્તે સૌરાષ્ટ્ર વિવિધલક્ષી ટ્રસ્ટ સંચાલિત સંગાથ વૃદ્ધાશ્રમ - માળીયા મીયાણા ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં રમતગમત, હાસ્ય સમારંભ, સંતવાણી, રામધૂન જેવા વડીલોને ગમતા કાર્યક્રમો ઉપરાંત ભોજન પ્રસાદનું પણ આયોજન કરાયું હતું. આ ઉજવણીમાં વડીલોએ સ્ટાફના કર્મચારીઓ સાથે મળીને હર્ષોલ્લાસ સાથે વૃદ્ધ દિવસની ઉજવણી કરી હતી.