હનુમાન જયંતી નિમિતે હનુમાન ચાલીસા તથા ભજન કિર્તન યોજાયા મોરબી : હનુમાન જયંતી નિમિતે મોરબીના આંબેડકર ચોકમાં સંત રોહિદાસ ઉપવસ્તીમાં આવેલ હનુમાનજી મંદિરે હનુમાન ચાલીસા તથા ભજન કિર્તનનો કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં સ્થાનિક રહેવાસી ભાઈઓ,બહેનો,બાળકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગત.તા.16ના રોજ હનુમાનજી જન્મોત્સવ નિમિતે મોરબીના આંબેડકર ચોકમાં સંત રોહિદાસ ઉપવસ્તીમાં આવેલ હનુમાનજી મંદિરે હનુમાન ચાલીસા તથા ભજન કિર્તનનો કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં સ્થાનિક રહેવાસી ભાઈઓ,બહેનો,બાળકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબીના કાર્યકર્તાઓ હરિભાઈ સરડવા,મગનભાઈ રાઠોડ, દિનેશભાઇ વિડજા,પ્રેમજીભાઈ અઘારા,રમેશભાઈ આદ્રોજા, ચંદુભાઈ વડાવીયા ઉપસ્થિત રહ્યા હતા.આંબેડકર ઉપનગર કાર્યવાહ અલ્પેશભાઈ ગાંધી અને સહ સેવા પ્રમુખ વિનોદભાઈ શુકલ તેમજ હનુમાન ચાલીસા કેન્દ્રના સંયોજક દિનેશભાઇ રાઠોડના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ ભાવિકોએ આનંદ ઉત્સાહથી માણ્યો હતો.