મોરબી : મોરબીમાં ઠેર ઠેર આજથી ગણપતિ મહોત્સવની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે મોરબીની પટેલ કન્યા છાત્રાલય ખાતે પણ ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી છે. મોરબી શહેરની પટેલ કન્યા છાત્રાલય પરિવારના પ્રમુખ બેચરભાઈ હોથી અને સક્રીય ટ્રસ્ટી એ.કે. પટેલની આગેવાની હેઠળ વરસાદી માહોલમાં ગણેશ મહોત્સવની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તમામ વિદ્યાર્થિનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.