મોરબી : માળીયા પંથકમાં હાલ નવરાત્રી મહોત્સવ દરમિયાન દરેક પ્રાચીન ગરબીમાં રાસ ગરબાની રમઝટ જામી છે. ત્યારે માળીયા તાલુકાના નાના દહીંસરા ગામે વર્ષોની પરંપરા મુજબ પ્રાચીન ગરબીનું આયોજન કરીને દરરોજ નોરતાની રઢિયાળી રાત્રે ઢોલ, નગારાના તાલે ગામની દીકરીઓ રાસ ગરબે રમીને માતાજીની આરાધના કરી રહી છે.ત્યારે ગઈકાલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ હોવાથી આ ગરબીમાં રાષ્ટ્રગીત રજૂ કરીને ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.