મોરબી : મોરબી રાષ્ટ્રીય સેવા મંડળના ઉપક્રમે ખાદી કાર્યાલયે મંડળના પ્રમુખ દેવકરણભાઈ કંઝારિયાના પ્રમુખ સ્થાને ગાંધીજીની 152મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કોરોનાને કારણે મોરબી રાષ્ટ્રીય સેવા મંડળના હોદેદારો, સભ્યો, કાર્યકર્તાઓ, છાત્રાલયના વિદ્યાર્થીઓ અને ગૃહપતિ વગેરેની ઉપસ્થિતિમાં સર્વધર્મ પ્રાર્થના, રામધૂન, કોરોનાને કારણે મૃત્યુ પામેલા સંસ્થાના સ્થાપક પ્રમુખ સ્વ. ગોકળદાસ પરમાર સહિતના તમામ લોકોને બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે ગાંધીજીના જીવન પ્રસંગોની વાત કરી, અંતે સર્વેનો આભાર માનવામાં આવ્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..