મોરબી : મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ચાર્ટર ડેની ઉજવણી કરવામાં આવી હતી. ગત તારીખ 29 ના રોજ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબનો ચાર્ટર ડે હોવાથી તે નિમિત્તે વીસી ફાટક પાસે આવેલ વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને જરૂરિયાત હોય, મચ્છરદાની આપેલ હતી. આ મચ્છરદાનીના દાતા જ્યોતિબેન વિઠ્ઠલપરાના કાકાજી સુભાષભાઈ વિઠ્ઠલપરા હતા. ત્યારબાદ ક્લબ મેમ્બર રૂપલબેન તરફથી ખમણનો નાસ્તો કરાવવામાં આવેલ હતો. ત્યારબદ સર્વે મેમ્બરોએ હોટેલ ક્રિષ્નામાં ચાર્ટર ડેની કેક કટિંગ કરી હાઉસની ગેમ રમી હોટેલ ક્રિષ્નામાં ત્રણ જાતના ઢોસા, મંચુરિયન, ચાઈનીઝ ભેળ તથા પાઉભાજી સહિત મનભાવતું ભોજન કરી છુટા પડયા હતા. આ પ્રોજેક્ટને સફળ બનાવવા ક્લબ પ્રમુખ પ્રીતિબેન દેસાઈ, સેક્રેટરી મયુરીબેન કોટેચા, વાઇસ પ્રેસિડેન્ટ નયનાબેન બારા, રંજનબેન સારદા, ટ્રેઝરર પુનમબેન હિરાણી, પુનિતાબેન છેયા, ધ્વનિબેન મારશેટ્ટી, રૂપલબેન, જ્યોતિબેન, વિઠ્ઠલ પારે, પૂર્વીબેન શાહ, સંધ્યાબેન રાવલ, ખ્યાતિબેન રૈયા, ચેતનાબેન પંચાલ, કવિતાબેન મોદાણી, નિશાબેન બંસલ, હિરલબેન નાયક, પ્રજ્ઞાબેન ગોસ્વામી, મનિષાબેન ગણાત્રા, બબીતાબેન સાંગી, પ્રજ્ઞાબેન ગોસાઈ તથા અન્ય મેમ્બરો હાજર રહ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..