જૈન દેરાસરના મહાવીર સ્વામીની જન્મકલ્યાણક પર્વની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયામોરબી : મોરબીમાં જૈન સમાજના પવિત્ર તહેવાર પર્યુષણ પર્વ શરૂ થતાં જ સમસ્ત જૈન સમાજ ભગવાન મહાવીર સ્વામીની ભક્તિમાં એકાકાર થઈ ગયો છે. પર્યુષણ પર્વમાં દરરોજ જુદાજુદા ભક્તિસભર કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે આજે મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મોત્સવની ધર્મોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.મોરબીમાં પર્યુષણ પર્વની ભક્તિસભર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે પર્યુષણ પર્વના પાંચમા દિવસે તમામ જૈન દેરાસરોમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણ મહોત્સવ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 500 વર્ષ જુના દરબાર ગઢ પાસે આવેલ જૈન દેરાસરમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણ મહોત્સવ ઉજવણી માટે મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધાભેર જોડાયા હતા. જેમાં ભગવાન મહાવીર સ્વામીના માતા ત્રિશાલા માતાને જે 14 સ્વપ્ન આવ્યા હતા. તે 14 સ્વપ્નની ઉંછામણી કરવામાં આવી હતી અને એક પછી એક સ્વપ્ન ઉતારાવામાં આવ્યા હતા. આ 14 સ્વપ્નની ઉછામણીમાં વિજેતા થયેલાના હસ્તે સ્વપ્નનું પૂજા અર્ચન કરવામાં આવ્યું હતું અને ભગવાન મહાવીર સ્વામીને પારાણામાં બેસાડી ઝુલાવવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકોએ જોડાઈને ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણ મહોત્સવ ઉજવણી કરી હતી.