મોરબી : આજરોજ બેલા (રં) ગ્રામ પંચાયતના 68માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત બેલા ગામની પંચાયત બોડી દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું. આ તકે 500 વૃક્ષો વાવી ઉછેરીને મોટા કરવાની જવાબદારી સાથે ઘટાટોપ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીઓનું તેમજ ગામના સર્વે સમાજના વૃદ્ધ આગેવાનોનું સન્માન કરી સ્થાપના દિવસની હોંશભેર ઉજવણી કરવામાં આવી હતી.