મોરબી: ગઈકાલે ઇસરોના લેન્ડરે ચંદ્ર પર સફળતાપૂર્વક ત્રણ કર્યું છે ત્યારે સમગ્ર દેશભરમાં આ સિદ્ધિને લઈને ખુશી વ્યક્ત કરીને ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીમાં પણ કહેશો કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લીમિટેડ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આજે 24 ઓગસ્ટ ને ગુરુવારના રોજ શ્રી કેશવ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લીમિટેડ દ્વારા ચંદ્રયાન-3ના સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ થતાં મોરબીના શનાળા રોડ ઉપર ફટાકડા ફોડી ને મીઠાઈ વહેંચીને ઉજવણી કરવામાં આવી હતી. સાથે ભારતમાતાનું પૂજન પણ કરાયું હતું. આ કાર્યક્રમમાં કર્મચારીગણ તથા ચેરમેન રમેશભાઈ પંડ્યા તથા અન્ય સભ્યો તથા લોકગણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને ”ભારત માતા કી જય” ના નારા સાથે કાર્યક્રમ પૂર્ણ કરાયો હતો.