મોરબી : આજ રોજ સવારે આદર્શ નિવાસી શાળામાં 'એક પેડ માં કે નામ ' 2.0ના અંતર્ગત ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લાના તાલુકા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, કિશન સોલંકી અને ભાજપ યુવા વરસડા નવનીત, મોરબી જિલ્લા યુવા મોરચા ભાજપ સાથે રોહિત થોડાદાનું પુષ્પ ગુચ્છથી સ્વાગત કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કે.ડી. કાંજીયા સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. બી.વી. પનારાબેન દ્વારા આભાર વિધિ કરવામાં આવી. આચાર્ય પી. જી .ઉકાણીબેને સમગ્ર શાળાનો સ્ટાફ અને હંસાબેન, પારેઘીબેનનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો.