મોરબી : ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી આજની તારીખ એટલે કે 21મી જૂનના રોજ છેલ્લા 5 વર્ષોથી વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 21મી જૂને સમગ્ર વિશ્વમાં સૌથી મોટો દિવસ હોવાનું માનવામાં આવે છે, આથી 21મી જૂને યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારત તેમજ વિશ્વભરમાં લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈને યોગ કરે છે. આ તકે મોરબી જિલ્લાના અલગ અલગ તાલુકાઓ અને ગામોમાં શાળા, કોલેજ જેવી સંસ્થાઓ દ્વારા વિશ્વ યોગ દિવસની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં નાના-મોટા સૌ કોઇએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ટંકારાના હડમતિયામાં યોગ દિવસ ઉજવાયો (રમેશ ઠાકોર) ટંકારા : ટંકારા તાલુકાના હડમતીયા ગામમાં આજે સવારે 7:00 કલાકે 'આઝાદબાગ' ખાતે ગામના યુવાનો, વડીલો, મહિલાઓ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં યોગની સાથે સાથે શરીરને સ્વસ્થ અને ભારતને સ્વચ્છ કઈ રીતે રાખવું, ઉપરાંત આરોગ્ય અંગે પણ કેટલીક ટિપ્સ, જેમકે વહેલા સૂઈને વહેલા ઉઠવું, કુદરતી જીવન જીવવું, વૃક્ષો વાવીને તેનું જતાં કરવું, પ્લાસ્ટિકમુક્ત ભારત, સ્વદેશી ઉપચાર જેવી ટિપ્સ આપવામાં આવી હતી. આ તકે પ્રાથમિક અને માધ્યમિક શાળાના તમામ વિદ્યાર્થીઓએ સામુહિક રીતે યોગ દિવસની ઉજવણી કરી હતી. વાંકાનેરના માટેલમાં વિદ્યાર્થીઓએ યોગ દિવસ ઉજવ્યો (હરદેવસિંહ ઝાલા) વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામની અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીત સાથે કરવામાં આવી હતી અને ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સમૂહમાં અને વ્યક્તિગત રીતે યોગાસનો રજુ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય જીગ્નેશભાઈ આદ્રોજાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. વવાણીયાના રાજચંદ્ર વિદ્યામંદિરમાં યોગ દિવસ ઉજવાયો મોરબી : મોરબીના વવાણીયાના શ્રીમદ રાજચંદ્ર વિદ્યામંદિરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ટીડીઓ હાર્દિક પટેલ, સરપંચ અશ્વિનભાઈ અને શાળાના સ્ટાફ દ્વારા યોગાસનો કરીને યોગ દિવસ ઉજવાયો હતો. મોરબીના એક્વા બોયન્ટ વૉટર જીમમાં એક્વા યોગા કરાયા મોરબી : મોરબીમાં ગોપી ગારમેન્ટ પાસે, રવાપર રોડ પર સ્થિત એક્વા બોયન્ટ વૉટર જીમમાં વિશ્વ યોગા દિવસની અનોખી રીતે ઉજવણી કરાઈ હતી. આ ઉજવણીમાં સભ્યો એક્વા યોગા એટલે કે સ્વિમિંગ પૂલમાં યોગા કરીને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મેઘપરના ઉત્તરબુનિયાદી વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ યોગાસનો કર્યા મોરબી : મોરબી જિલ્લાના મેઘપરના ઉત્તરબુનિયાદી વિદ્યાલયમાં શાળાના તમામ સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓએ યોગાસનો કાર્ય હતા. આ ઉપરાંત યોગને નિયમિતપણે જીવનમાં સામેલ કરવાનો સંકલ્પ યોગ શિક્ષક ડી.એ. સોલંકી દ્વારા લેવડાવવામાં આવ્યો હતો, તેમ શાળાના આચાર્ય સી.એન. ડાંગર દ્વારા જણાવાયું હતું. ટંકારાના ઓરપેટ કન્યા છાત્રાલયમાં યોગા ડે ઉજવાયો (જયેશ ભટાસણા) ટંકારા : ટંકારાના ઓરપેટ કન્યા છાત્રાલયમાં મામલતદારની અધ્યક્ષતા હેઠળ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ તકે આર્યસમાજ, ટંકારા ગુરુકુળના આચાર્ય, છાત્રો, ખાનગી અને સરકારી શાળાના કર્મચારીઓ તથા શિક્ષકેગણે હાજર રહીને યોગ કર્યા હતા. મોરબી : બીલીયા પ્રાથમિક શાળામાં બાળકોએ યોગ મુદ્રાની આકૃતિ બનાવી મોરબી : મોરબી જિલ્લાની બીલીયા પ્રાથમિક શાળામાં યોગ દિવસની ઉજવણી અંતર્ગત બાળકોએ 'યોગ' મુદ્રાની આકૃતિ બનાવીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ ઉજવણીમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા બહોળી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી. આથી શાળા પરિવાર વતી શાળાના આચાર્ય કિરણકુમારે ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne