મોરબી : આજે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ઠેરઠેર વૃક્ષારોપણ કરીને વૃક્ષ ઉછેરના સંકલ્પબલેવામાં આવ્યા હતા ત્યારે મોરબી 181 ટીમ દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની સાર્થક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબી 181 ટીમ અને બી ડિવિઝન પીઆઇ, પીએસઆઇ તેમજ પોલીસ સ્ટાફની ઉપસ્થિતમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને વૃક્ષોને કારણે માનવ જીવનનું અસ્તિત્વ ટકી રહ્યું હોય તેમજ વધુને બધું વૃક્ષો વાવીને પર્યાવરણનું જતન કરવાની સાથે ફક્ત વૃક્ષો વાવીને જતા રહેવાને બદલે તેનું કાળજીપૂર્વક જતન કરવાનો મેસેજ આપ્યો હતો.