લજાઈ જોગ આશ્રમ ખાતે રૈયાણી પરિવાર દ્વારા 31 ડિસેમ્બરે પ્રેરણાદાયી આયોજન મોરબી : 31 ડિસેમ્બર નજીક આવી રહી છે લોકો આ દિવસની વર્ષના છેલ્લા દિવસ તરીકે વિવિધ રીતે ઉજવણી કરતાં હોય છે. ખાસ કરીને પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરીને લોકો આ દિવસે ઉજવણી કરતાં હોય છે ત્યારે મોરબીમાં રૈયાણી પરિવાર દ્વારા 31 ડિસેમ્બરની અનોખી પ્રેરણાદાયી ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. રૈયાણી પરિવાર 31 ડિસેમ્બરે જોગ આશ્રમ ખાતે રામધૂન કરીને ઉજવણી કરશે. વર્ષના અંતિમ દિવસની ઉજવણી પાર્ટી કરીને નહિ પરંતુ રામધૂન કરીને કરવાનો નિર્ણય રૈયાણી પરિવારે કર્યો છે. આયોજકોએ જણાવ્યું કે, લજાઈના જોગ આશ્રમ ખાતે સમસ્ત રૈયાણી પરિવારના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પરિવારના દરેક લોકો રામધૂન સાથે રાસગરબામાં જોડાઈ ૩૧ ડિસેમ્બરની ઉજવણી કરશે. આ સાથે સમસ્ત રૈયાણી પરિવારના લોકો સાથે ભોજન પણ લઈ પરિવાર ભાવનાને મજબૂત કરશે.