મોરબી : મોરબીના રાણીપા પરિવાર દ્વારા રાસંગપર સંગાથ વૃધ્ધાશ્રમના વડીલોને ભોજન કરાવી દીકરાના જન્મદિવસની ઊજવણી કરવામાં આવી હતી જેમાં મોરબીથી ગાયત્રીબેન દ્વારા સંગીત કાર્યક્રમ યોજાયો હતો. મોરબીના કેતનભાઈ રાણીપાએ તેમના દીકરાના જન્મદિવસ નિમિતે ફાલતુ ખર્ચ કરવાને બદલે રાસંગપર નજીક માળીયા જામનગર હાઈવે પર આવેલા સંગાથ વૃધ્ધાશ્રમમાં જન્મદિવસનું ઉજવણીનું આયોજન કરી પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.જેમાં સંગાથ વૃધ્ધાશ્રમના વડીલોને ભાવતા ભોજન કરાવીને વડીલોના આશીર્વાદ મેળવ્યા હતા તેમજ મોરબીના ગાયત્રીબેન દ્વારા સંગાથ વૃધ્ધાશ્રમમાં સંગીત તેમજ સંતવાણીનો કાર્યક્રમ રાખેલ હતો.જેમાં ભજન, જૂના ગીતો, રાસ- ગરબા વગેરે સંગીતની મોજથી વૃધ્ધોને આનંદ કરાવેલ હતો.