મોરબી : મોરબીમા દરિયાલાલ જન્મોત્સવ સમિતિ દ્વારા આગામી શનિવારના રોજ દરિયાલાલ પ્રભુ પ્રાગટય જન્મજયંતિ નિમિતે ૪૦મો સમારોહ યોજાનાર છે. જેમાં આરતી, પૂજન, યજ્ઞ અને પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે. મોરબીના સાવસર પ્લોટ મેઈન રોડ ખાતે આવેલ દશા શ્રીમાળી વણિક જ્ઞાતિની ભોજનશાળામા આગામી તા. ૬ને શનિવારના રોજ દરિયાલાલ પ્રભુનો જન્મોત્સવ ઉજવવામાં આવનાર છે. જેમાં સવારે ૬ કલાકે આરતી, ૭:૩૦ કલાકે પૂજન, ૮:૩૦ કલાકે રામાયણ પ્રવચન અને ૯:૩૦ કલાકે વરુણયજ્ઞ બાદમાં સાંજે ૬ કલાકે સમૂહ ભોજન યોજાશે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news