મોરબી : મોરબી તથા ટંકારા પંથકમાંમાં વસતાં રાજપૂત સમાજ દ્વારા વર્ષોની પરંપરા અનુસાર મોરબીના શક્ત શનાળા ગામે શક્તિ માતાજીનાં મંદિરે શરદ પૂનમ નિમિતે હવન-યજ્ઞ અને મહાપ્રસાદનો કર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમોના સમાજના મોટી સંખ્યામક લોકોએ શ્રદ્ધાભેર લાભ લીધો હતો. આ તકે સાવજસિંહ નરવીરસિંહ ઝાલા, ભાગીરથસિંહ રૂપસિંહ ઝાલા, પ્રદ્યુમનસિંહ બહાદુરસિંહ ઝાલાએ હવનના યજમાન પદનો શ્રદ્ધાભેર લાભ લીધો હતો. આ તકે પૂર્વ રાજ્યમંત્રી આઈ.કે. જાડેજા, વાંકાનેરના મહારાણા કેશરિદેવસિંહ ઝાલા, મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા, મોરબી જિલ્લા કરણી સેનાના પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં આદ્ય શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ પદે સર્વાનુમતે મૂળ ટંકારા તાલુકાનાં મોટા ખીજડીયા ગામના રહેવાસી રઘુવીરસિંહ કરણસિંહ ઝાલાની વરણી કરવામાં આવી હતી.