મોરબી : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મોરબીની લાલપર તાલુકા શાળા ખાતે 75મા પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણીમાં લાલપર ગ્રામ પંચાયતના સરપંચ રમેશભાઈ વાંસદડીયા, ઉપ સરપંચ રાજુભાઈ જેતપરિયા તથા તમામ સભ્યો હાજર રહ્યા હતા. તેમજ લાલપર તાલુકા શાળા ખાતે હાલ ચાલતી રીનોવેશનની કામગીરીમાં જેમનું ખુબ મોટું યોગદાન છે તેવા લાલપર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના માલિક નરભેરામભાઈ જેતપરિયા, તેમજ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે દર વર્ષે શાળામાં અભ્યાસ કરતા તમામને તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરી પોતાનાં પુત્રની તિથિ નિમિત્તે દરેકને ગરમા-ગરમ પુરી, સમોસા, ભાજી, છાસ, પાપડ હરેશભાઈ વાંસદડીયા અને તેમના પરિવાર દ્વારા જાતે તૈયાર કરી ઉપસ્થિત તમામને નાસ્તો કરાવ્યો હતો.લાલપર તાલુકા શાળાના નિવૃત્ત શિક્ષક કુબાવત સાહેબ, કરોલિયા જસમતભાઈ તેમજ લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી મેડિકલ ઓફિસર રાધિકાબેન અને સુપરવાઇઝર દિપકભાઈ વ્યાસ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને રોકડ ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરમાંથી આવેલ મેડિકલ ઓફિસર દ્વારા લેપ્રસી રોગ સમજ આપવામાં આવી હતી. શાળા દ્વારા શાળાની કરેલ તમામ કામગીરીના દાતાઓનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.લાલપર તાલુકા શાળાના એસ. એમ. સી. સભ્યો અને વાલી ગણ, આચાર્ય કૈલાશભાઈ સાવરીયા અને શાળાના તમામ સ્ટાફે ખુબ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમને અંતે લાલપર તાલુકા શાળાના આચાર્ય કૈલાશભાઈ સાવરીયાએ સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમને પુર્ણ જાહેર કર્યો.