પોલીસે નાઈટ પેટ્રોલિંગ કરીને ઉજવણીમાં વિક્ષેપ ઉભો ન થાય તેની તકેદારી રાખી મોરબીઃ મોરબી જિલ્લામાં યુવતીઓએ જયાપાર્વતી વ્રત નિમિત્તે જાગરણ કરીને ઉજવણી કરી હતી. શહેરના વિવિધ સ્થળો જેમ કે ઉમિયા સર્કલ, બાયપાસ, કેસર બાગ, પુલ સહિતના વિસ્તારમાં પરિવાર સાથે જાગરણ કર્યું હતું. જાગરણ દરમિયાન મોરબી એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસે નાઈટ પેટ્રોલિંગ કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારી રાખી હતી. 100 જેટલા પોલીસ જવાનોએ નાઈટ પેટ્રોલિંગમાં ફરજ બજાવીને લવર મુચ્છીયાઓ સીન સપાટા કરી ઉજવણીમાં વિક્ષેપ ન ઉભો કરે તેની પૂરતી તકેદારી રાખી હતી. ઘણા લોકોએ ઘરે રહીને પણ જયાપાર્વતી વ્રતની ઉજવણી કરી હતી. જેમાં લોકોએ ઘરે ચોપાટ, ઈસ્ટો સહિતની વિવિધ રમતો રમી અને ગરબે ઘૂમીને જયાપાર્વતી વ્રતનું જાગરણ કર્યું હતું.