મોરબી : મોરબીમાં એલઇ કોલેજ રોડ ઉપર અગનેશ્વર મહાદેવ મંદિર પાસે ચાલતા બાળકોને શિક્ષણ આપવાના સેવાયજ્ઞમાં સેવાભાવી બહેનો અવનીબેન અને જાગૃતિબેનના બર્થ ડે નિમિત્તે અન સ્ટોપેબલ વોરિયર ગ્રુપ દ્વારા નાના બાળકોને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. અવની ગોસ્વામી કે જેઓ નાનપણથી જ મ્યુઝિકમાં રસ ધરાવે છે.અને સારા એવા સ્ટેજ પ્રોગ્રામ કરે છે.અને રાજ્યકક્ષા સુધીના એવોર્ડ પણ મેળવી ચુક્યા છે.તેમજ ઈન્ડિયન આઇડિયલ, વોઈસ ઓફ ઈન્ડિયા તેમજ સારેગામાપામાં પણ ઓડિશન આપી ચુક્યાં છે.અને બે રાઉન્ડ સુધી સિલેકટ થયેલ છે. તેઓએ પોતાના જન્મદિવસની સેવામય ઉજવણી કરી હતી.