શાળાના સૌથી પહેલા વિદ્યાર્થીના હસ્તે કેક કપાવી ટંકારા : ટંકારા તાલુકાના જબલપુર ગામની પ્રાથમિક શાળાની સ્થાપનાને 68 વર્ષ પૂર્ણ થતા શાળાના સૌથી પહેલા વિદ્યાર્થીના હસ્તે કેક કપાવી ઉજવણી કરી હતી. આ તકે ભૂતપૂર્વ વિદ્યાર્થી અને વડીલે તેમના સમયની શિક્ષણ સુવિધાઓ વિશે વાત રજૂ કરી હતી. ટંકારા તાલુકાની જબલપુર પ્રાથમિક શાળાના ગત તા.25જુલાઈના રોજ 68 વર્ષ પૂરા થતા શાળા સ્થાપના દિનની શાળાના સૌથી પહેલા વિદ્યાર્થી એવા ગણેશભાઈ નારણભાઈ ઘેટીયાના હસ્તે કેક કાપીને ઉજવણી કરવામાં આવેલ હતી.સાથે સાથે તરશીભાઈ શેરસીયા,નરભેરામભાઈ પાણ વગેરે હાજર રહી તેમના સમયમાં શિક્ષણ માટે જે સુવિધાઓ હતી તેની વાત કરતા ભાવુક થયા હતા.ત્યારબાદ શાળાના તમામ બાળકોને નાસ્તો કરાવવામાં આવેલ હતો.