મહાયજ્ઞ તથા ધ્વજારોહણ કરી કાર્યક્રમ કરાય સંપન્ન મોરબી : મોરબી દરબારગઢ ખાતે આવેલા આશરે ૨૫૦-૩૦૦ વર્ષ પૌરાણિક શ્રી રામમહેલ મંદિરનો દ્વિતીય પાટોત્સવ મહોત્સવ યોજાયો હતો. ઐતિહાસિક અને પૌરાણિક એવા રામમહેલ મંદિરના પાટોત્સવ મહોત્સવમા મહંત રાજેન્દ્રદાસજીબાપુ તથા ત્રી પાંખ સાધુ સમાજના પ્રમુખ કથાકાર સુખરામ બાપુની હાજરીમાં આચાર્ય નિતેશભાઈ શુક્લજી દ્વારા કોરોનાની ગાઇડલાઈન પાલન સાથે મહાયજ્ઞ તથા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.