મોરબી : ભારત અને પાકિસ્તાન વચ્ચેનો યુદ્ધવિરામ 3 કલાક પણ ચાલુ રહી શક્યો નહીં. આ અંગે વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું, પાકિસ્તાને સિઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. 'ભારતીય સેના યોગ્ય જવાબ આપી રહી છે.' આ અતિક્રમણ નિંદનીય છે. આ માટે પાકિસ્તાન જવાબદાર છે. પાકિસ્તાને આ અતિક્રમણ રોકવા માટે કાર્યવાહી કરવી જોઈએ.