મોરબી : મોરબીના જાંબુડિયા નજીક આવેલ એક સીરામીક ફેકટરી પાસે બે દિવસ પહેલા એક યુવક પર બાઇકમાં આવેલ ત્રણ શખ્સે હુમલો કર્યો હતો. આ દરમિયાન સામેથી આવતા બીજા યુવકને પણ છરી મારી હત્યા કરી હતી.આમ બે વ્યક્તિના ઝઘડામાં નિર્દોષ યુવકનો ભોગ લેવાયો હતો આ ઘટનામાં પોલીસે તપાસ હાથ ધરી હતી આ ઘટના આસપાસના એક સિરામિક ફેકટરી બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.સીસીટીવી કેમરામાં એક બાઇકમાં ત્રણ શખ્સ આવે છે અને જે પૈકી એક વ્યક્તિ બાઈકમાંથી ઉતરી કાળા રંગનો શર્ટ પહેરીને જતા યુવક પર પાછ્થી છરી વડે હુમલો કરે છે જેનો પ્રતિકાર કરી તે છૂટી જાય છે આ દરમિયાન સામેથી આવતી વ્યક્તિને પણ છરીના ઘા મારી દે છે. જે બાદ ઇજાગ્રસ્ત હાલતમાં તે યુવક દૂર જતો દેખાઈ છે.આ અંગે તાલુકા પોલીસના પી.એસ.આઇજાડેજાએ જણાવ્યું હતું કે આ બનાવમાં હાલ તપાસ કરીએ છીએ અને આસપાસના સીસીટીવી આધારે તેમજ શકમંદ લોકોની પૂછપરછ હાથ ધરી હતી.