મોરબી : મોરબીના વસંત પ્લોટ 9/13માં આવેલ યોગી એપાર્ટમેન્ટના પાર્કિગમાં સાયકલ ચોરીના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. ગત તા.18ના રોજના મોરબીના વસંત પ્લોટમાં એપાર્ટમેન્ટમા તસ્કર ઘૂસ્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફુટેજમાં એક ગઠિયો પહેલા વાહનો પાર્ક થયા હોય એનાથી આગળ ચાલીને જતો દેખાય છે. પણ કોઈની અવરજવર ન દેખાતા આ ગઠિયો પરત આવીને વાહનો પાર્ક થયા હોય ત્યાં આવીને એક લેટેસ્ટ સાયકલ ઉઠાવી લેતો દેખાય છે અને આ ગઠિયો સાયકલ ચલાવીને નાસી જતો હોવાનું પણ સીસીટીવી ફુટેજમાં દેખાય છે. આ એપાર્ટમેન્ટમાં રહેતા એક સજ્જન વ્યક્તિના છોકરાની સાયકલ ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. જો કે આવી હિંમત કરનાર ગઠિયો અન્ય કોઈ મોટા વાહનની ચોરી કરી ન હતી અને સાયકલની જ ચોરી કરી હતી. જો કે આ ગઠિયો આમ તો સામાન્ય વ્યક્તિ જેવો જ દેખાય છે તેનો ચહેરો પણ સીસીટીવીમાં કેદ થઈ ગયો હોય આ કિસ્સામાં પોલીસ સાયકલ ચોરને સબક શીખવાડે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.