રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશના 150 જેટલા ખેલાડીઓએ લીધો ભાગ : 15 ઓગસ્ટ સુધી ટુર્નામેન્ટ ચાલશે : ઓપનિંગ સેરેમનીમાં અનેક મહાનુભાવોએ આપી હાજરીમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી જિલ્લામાં પ્રથમ વખત CBSE દ્વારા અને દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલના સૌજન્યથી મોરબીની રોર ક્રિકેટ ક્લબ ખાતે ગર્લ્સ વેસ્ટર્ન ઝોન અંડર 17 - અંડર 19 ટ્રાયલ અને ટુર્નામેન્ટ શરૂ થઈ છે. જેનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.આ ટુર્નામેન્ટમાં રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશના વિવિધ શહેરો અને ગામડાઓમાંથી 150થી વધુ પ્રતિભાશાળી ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ઉદ્દઘાટન સમારોહ મુખ્ય મહેમાન તરીકે ડો.અર્જુનસિંહ રાણા (પૂર્વ વાઇસ ચાન્સેલર, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી) અને અભિષેક ભાઈ કામદાર (સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન), ધર્મેન્દ્રસિંહ ચાંદલી, રવિ ચૌહાણ (મોરબી જિલ્લા રમતગમત અધિકારી), જયરાજસિંહ જાડેજા ધ રોર ક્રિકેટ ક્લબના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તરફથી અરવિંદસિંહ ઝાલા, રાજકુમાર શર્મા, કિરીટ પ્રજાપતિ, મુખ્ય કોચ મનદીપ સિંહ અને યજમાન શાળા તરફથી આચાર્ય સીમા જાડેજા હાજર રહ્યા હતા. સંગઠન સચિવ ડૉ. અલી ખાને બધા ખેલાડીઓ, તેમના કોચ, મેનેજર અને માતા-પિતાનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું. પોતાના શુભ સંદેશમાં ડૉ. અર્જુન સિંહે બધા ખેલાડીઓને જીવનમાં સફળ બનવા માટે માર્ગદર્શન આપ્યું. ઉદ્ઘાટન પછી, ટ્રાયલ લેવામાં આવ્યા હતા જેમાં સફળ ખેલાડીઓને ચાર અલગ અલગ ટીમોમાં વહેંચવામાં આવ્યા હતા. આ ટુર્નામેન્ટ 14 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે.