ગુજરાત સરકાર દ્વારા હાલમાં આવી કોઈ યોજના અમલમાં નથી, અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરવા અપીલ, અનાથ બાળકો માટે 'પાલક માતા-પિતા યોજના' કાર્યરત છેમોરબી : તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર 'મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના' હેઠળ અનાથ અને એકલ માતા/પિતા ધરાવતા બાળકો માટે દર મહિને 4000 રૂપિયાની સહાય આપી રહી છે. જો કે, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ગુજરાત સરકાર દ્વારા સત્તાવાર રીતે સ્પષ્ટતા કરવામાં આવી છે કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આ પોસ્ટ સંપૂર્ણપણે ભ્રામક અને અસત્ય છે.સરકારે સ્પષ્ટ કર્યું છે કે, 'મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના' નામની કોઈ પણ યોજના હાલમાં ગુજરાત સરકાર દ્વારા અમલમાં નથી. જનતાને ખાસ અપીલ કરવામાં આવી છે કે તેઓ આવી ફેક ન્યૂઝ અને અફવાઓ પર જરા પણ વિશ્વાસ ન કરે. કોઈપણ સરકારી યોજનાની સાચી માહિતી માટે માત્ર સત્તાવાર જાહેરાતો અને વિભાગની અધિકૃત વેબસાઈટ (www.sje.gujarat.gov.in) પર જ વિશ્વાસ રાખવો.વાસ્તવિક યોજના: પાલક માતા-પિતા યોજનાસરકાર દ્વારા અનાથ બાળકોના ઉછેર માટે હાલમાં સત્તાવાર રીતે 'પાલક માતા-પિતા યોજના' ચલાવવામાં આવે છે. આ યોજના અંતર્ગત ગુજરાતમાં વસતા 0 થી 18 વર્ષની ઉંમરના તમામ અનાથ બાળકોને સહાય મળવાપાત્ર છે. જેમાં એવા બાળકોનો સમાવેશ થાય છે જેમના માતા-પિતા હયાત નથી, અથવા પિતા મૃત્યુ પામેલ હોય અને માતાએ પુનઃલગ્ન કરેલ હોય, અથવા માતા મૃત્યુ પામતા પિતાએ પુનઃલગ્ન કરેલ હોય અને બાળક તેઓ સાથે ન રહેતું હોય અને સગા-સંબંધી પાસે રહેતું હોય. આ યોજના હેઠળ આવા અનાથ બાળકોની સંભાળ રાખતા નજીકના સગાને (પાલક માતા-પિતાને) બાળકના ઉછેર માટે માસિક 3000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે.#FakeNews #FactCheck #GujaratGovernment #SocialJusticeDept #Gujarat #PalakMataPitaYojana #MorbiUpdate #PublicAwareness