મોરબી જેતપર રોડ ઉપર પીપળી ગામ નજીકની ઘટનામાં ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબી જેતપર રોડ પીપળી ગામના પાણીના ટાકાની સામે બાવળની ઝાડીમા બાઈક સવાર યુવાનને આંતરી ચાર શખ્સો માર મારી લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના અંગે યુવાને ચાર શખ્સો સામે લૂંટની ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ચારેય આરોપીઓને ઝડપી લેવા સઘન તપાસ હાથ ધરી છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી વિહારભાઇ વિનયચંન્દ્ર જોષી (ઉ.વ.૩૨, ધંધો-પ્રા.નોકરી, રહે.સુધારા શેરી, ફાયર બ્રિગેડની સામે, સરદાર રોડ, મોરબી-૧) એ ચાર અજાણ્યા ઇસમો (ઉ.વ.આશરે ૨૦ થી ૨૫ વર્ષના) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તારીખ ૨૨ ના રોજ મોરબી જેતપર રોડ પીપળી ગામના પાણીના ટાકાની સામે બાવળની ઝાડી પાસે તેઓ સીરામીક કારખાનેથી મો.સા.લઇને પોતાના ઘરે જતા હતા ત્યારે પીપળી ગામના પાણીના ટાંકા પાસે ફરીયાદી પહોચતા પાછળથી નંબર પ્લેટ વગરના એક કાળા કલરનુ સ્પલેન્ડર પ્લસ મો.સા. તથા બીજુ સીલ્વર કલરનુ મો.સા.મા આરોપીઓ આવી ફરીયાદીનુ મો.સા. ઉભુ રખાવી ફરીયાદીને બાવળની ઝાડીમા લઇ જઇ ઢીકા પાટુ તથા લાકડાના ધોકા વડે માર મારી ફરીયાદીને જમણા હાથમા તથા ખંભાના ભાગે ફેકચર જેવી ઇજા કરી તથા માથામાં ધોકા વડે ઇજા કરી તેમજ શરીરે ઢીકાપાટુનો માર મારી મૂઢ ઇજા કરી ફરી.ના પેન્ટના ખીસ્સામાથી મોબાઇલ કિ.રૂ. ૫,૦૦૦ તથા એપલ કંપનીનો મોબાઇલ કિ.રૂ. ૧૦,૦૦૦ વાળો લુટ કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..