મોરબી : મોરબી શહેરમાં કુબેરનગરના ગેઇટ નજીક વ્હીસ્કીની બોટલો સાથે એક શખ્સ પકડાયો છે. પોલીસ દ્વારા આ શખ્સની અટકાયત કરવામાં આવી છે. ગઈકાલે તા. 27ના રોજ મોરબીમાં નવલખી રોડ પર કુબેરનગરના ગેઇટ પાસેથી ફૈજલભાઇ રફીકભાઇ બ્લોચને ભારતીય બનાવટના વિદેશી દારૂ વ્હીસ્કીની 3 બોટલો (કી.રૂ. 900) સાથે પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે તેની સામે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.