સ્વીફ્ટ, આઈ- ૨૦ અને હોન્ડા લઈને નીકળેલા પીધેલા પણ પકડાયા મોરબી : મોરબી પોલીસે નવા વર્ષની શરૂઆતમાં વાહન ચેકીંગ શરૂ કરતાં દારૂ પી ખટારો લઈને નીકળેલા ડ્રાઇવર સહિત સ્વીફ્ટ, આઈ ટેવેન્ટી અને અન્ય કાર અને મોટર સાયકલ લઈને ડમડમ હાલતમાં નીકળેલાઓની મજા બગાડી નશો ઉતારી નાખ્યા હતા. જાણવા મળતી વિગતો મુજબ મોરબી જિલ્લા પોલીસે પ્રોહીબિશન ઝુંબેશ દરમિયાન જુદા જુદા વિસ્તારમાંથી પીધેલાઓ પકડ્યા હતા જેમાં વાંકાનેર પોલીસે લાલનાથ નીમનાથ ગોસાઇ, ઉ.વ. ૩૩ ધંધો ડ્રાઇવિંગ રહે જામખંભાળીયા ગાયત્રી નગર વાચડાદાદાના મંદીરની બાજુમા જી. દેવભૂમી દ્વારકા વાળાને જીનપરા જકાતનાકા પાસેથી અશોક લેલન્ડ ટ્રક રજી. નં. GJ 10 Z 5021 કિંમત રૂ.૫,૦૦,૦૦૦ વાળા સાથે કેફી પ્રવાહી પીણું પીધેલ હાલતમાં સર્પાકારે આડાઅવળો ચલાવતા ઝડપી લીધો હતો. આ ઉપરાંત એ ડિવિઝન પોલીસે વીસી ફાટક પાસેથી રફીકભાઇ રહીમભાઇ અજમેરી, ઉ.વ ૩૧ રહે-મોરબી-૨ કાંતીનગર માળીયા ફાટક વાળાને ૨ લાખની આઇટેન કાર સાથે પીધેલી હાલતમાં ઝડપી લીધો હતો, ત્રીજા કેસમાં ઉમિયા સર્કલ નજીકથી રમેશભાઇ ભગવાનજીભાઇ વિરસોડીયા, ઉ.વ.૫૪ રહે.મોરબી કેનાલ રોડ ઉમીયાનગરને દોઢ લાખની સેન્ટ્રો સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. જ્યારે રવાપર ધુનડા રોડ ઉપરથી પોલીસે જીતેન્દ્રભાઇ ઉર્ફે જીતુ કિશોરભાઇ સંઘાણી ઉ.વ.૩૩ રહે.મોરબી ધુનડા રોડ ક્રિષ્ના સ્કુલ ની બાજુમા શીવશકિત એપાર્ટમેન્ટ બ્લોકનં.૨૦૧ મુળરહે.ધનશ્યામગઢ તા.હળવદવાળાને સ્વીફ્ટ કાર સાથે ઝડપી લીધો હતો. ઉપરાંત અહીંથી ભરતભાઇ પરસોતમભાઇ કાલરીયા, ઉ.વ.૩૮ રહે.મોરબી ધુનડારોડ રવાપર રેસીડેન્સી બ્લોક નં.કયુ.-૪૦૧ મુળ રહે.ઉપલેટા ઢાંકનીગાળી રાધેક્રિષ્ના પાર્ક વાળો દારૂ પી હોન્ડા સાથે ઝૂમ બરાબર ઝૂમ થઈ ને નીકળતા પોલીસની ઝપટે ચડ્યો હતો. પોલીસની ઝુંબેશમાં હરેશભાઇ જલાભા દેવસુર ઉ.વ.૨૨ રહે.મોરબી વાવડી રોડ ભગવતીપરા શેરીનં.૧ વાળો પણ હોન્ડા સાથે પીધેલો મળી આવ્યો હતો, ઉપરાંત પ્રવિણભાઇ ઉર્ફે કાળુભાઇ જેઠાભાઇ નગવાડીયા, ઉવ.૫૧ ધંધો.મજુરી રે.અમરસર તા.વાંકાનેર, વિજયસીંહ ઉર્ફે લાલો મહોબતસીંહ રાઠોડ, ઉવ ૨૬ રહે. રફાળેશ્ર્વર ખોડીયારમંદીર પાસે તા.જી.મોરબી, વિનોદભાઇ પરસોતમભાઇ ઝંઝવાડીયા, ઉ.વ. ૨૯ રહે ભડીયાદ રામાપીરના ઢોરા પાસે .તા.મોરબી, જગદિશભાઇ રાઘવજીભાઇ ઓડીયા, ઉવ.૪૫ રહે.મોરબી રવાપર ગામ હનુમાન મંદિર પાસે ઉમિયાનગર સોસા. મોરબી, સાગરભાઇ જયંતિલાલ વરમોરા ઉવ.૩૧ રહે.મોરબી-૨ ગોપાલ સોસાયટી મોરબી, રાજેન્દ્રસિંહ હેમંતસિંહ ચુડાસમા, ઉવ.૫૫ રહે.મોરબી કાલીકા પ્લોટ શેરી નં.૦૩ ડાયમંડ બ્યુટી પાર્લર વાળી શેરી, મોરબી, કેતનભાઇ ઉર્ફે કાનો સુરેશભાઇ કપટા ઉ.વ ૨૯ ધંધો- કટલેરીનો વેપાર રહે. નાની બજાર સુથાર શેરી મોરબી અને હુશેનભાઇ હાજીભાઇ મોવર, ઉવ 49 રહે ઇન્દીરાનગર મોરબી ૨ વાળો પીધેલી હાલતમાં મળી આવતા પોલીસે કાર્યવાહી કરી હતી. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en