એસપી રોડની વી-8 સોસાયટીને પાણી આપવામાં અન્ય સોસાયટીના બિલ્ડરોએ પણ વિરોધ કર્યોમોરબી : મોરબીના રવાપર વિસ્તારમાં એસપી રોડ ઉપર આવેલી વી-8 રેસિડેન્સી સોસાયટીને પાણી આપવામાં રવાપર ગ્રામ પંચાયત અને અન્ય બિલ્ડરો અખાડા કરી રહ્યા છે અને રવાપર પંચાયતે તો જૂની લાઈનમાંથી કનેક્શન આપવામાં સ્પષ્ટ ના પાડી દઈ વાડી વિસ્તારની જૂની લાઇન બીસી બક્ષીપંચ માટે નાખેલ હોય તેમાથી કનેક્શન ન આપી શકાય તેવું જણાવતા પાણીમાં પણ અનામત સિસ્ટમ જોઈ સોસાયટીના રહીશો આશ્ચર્યચકિત બન્યા છે.મોરબીના રવાપર રોડ, એસપી રોડ ઉપર આવેલી વી-8 રેસિડેન્સીના રહેવાસી દિલીપભાઈ સુરાણીના જણાવ્યા મુજબ સોસાયટીની લાંબા સમયની માંગ બાદ હાલમાં વિશાળ વસ્તી માટે પાણીની લાઇન નાખવા કામ ચાલી રહ્યું છે જેમાં આઇકોન રેસિડેન્સીના બિલ્ડરે મહિલા રહીશોને જૂની પાઈપલાઈનમાંથી કનેક્શન નહિ આપવા વિરોધ કરવા ઉશ્કેરતા હાલમાં સમસ્યા ઉદભવી છે. બીજી તરફ એસપી રોડ નીચે હયાત પાણીની જૂની પાઇપલાઇન બિછાવવામાં આવેલ છે તેમાંથી સોસાયટીને કનેક્શન આપવા જણાવતા ગ્રામ પંચાયતે આ લાઇન વાડી વિસ્તારમાં બીસી, બક્ષીપંચ માટે આપવામાં આવી હોવાનું જણાવી તેમાંથી કનેક્શન ન આપી શકાય તેવું રોકડું પરખાવતા સોસાયટીના રહીશો પાણીની લાઈનમાં પણ અનામત પ્રથા સાંભળી આશ્ચર્યમા ગરક થયા છે.