પારકી પરિણીતા સાથે પ્રેમ સંબંધ રાખનાર આધેડનું હુમલા બાદ મોત : બનાવ હત્યામાં પલટાયો ગત પાંચ તારીખે પત્ની સાથે પ્રેમ સંબંધ રાખવા મામલે રાજકોટના શખ્સે ધારીયા વડે કર્યો હતો હુમલો મોરબી : મોરબી હાઉસિંગ બોર્ડમાં રહેતા આધેડે જાતિ જિંદગીએ પ્રેમ સંબંધ રાખતા આ પ્રેમ સંબંધની પ્રેમિકાના પતિને જાણ થઈ જતા તેને ધારીયા વડે હુમલો કરતા આધેડને પ્રમથ મોરબી બાદ રાજકોટ સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો છે. આ મામલે એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે. મોરબીના શનાળા રોડ ઉપર હાઉસિંગ બોર્ડમાં રહેતા વિજયભાઈ કાંતિલાલ કોટક ઉ.58 નામના વ્યક્તિને નસીમબેન નામની વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હોય પ્રેમિકા નસીમબેન અવાર નવાર વિજયભાઇના ઘેર આવતી હોવાનું તેણીના પતિ ઇકબાલ મકરાણી રહે. રાજકોટ વાળાને જાણ થતાં મોરબી આવી વિજયભાઈ ઉપર ગત તા.5 મે ના રોજ ધારીયા વડે જીવલેણ હુમલો કર્યો હતો અને ઝઘડામાં વચ્ચે પડતા સાહેદ નસીમબેનને પણ ઇજાઓ પહોંચી હતી. બીજી તરફ ખૂની હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા વિજયભાઈને પ્રથમ મોરબી અને બાદમાં રાજકોટ સારવારમાં ખસેડવામા આવ્યા હતા જ્યા આજે સારવાર દરમિયાન વિજયભાઈ કોટકનું મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટાયો છે. આ ગંભીર બનાવ મામલે મોરબી સીટી એ ડીવિઝન પોલીસે હત્યાની કલમ ઉમેરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.