ટંકારા : ગુજરાત સરકાર તેમજ વહીવટીતંત્ર દ્વારા બિપોરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત વાંજા વિસ્તારના 76 રહીશોને અગમચેતીના ભાગરૂપે હડમતિયાની હડમતિયા કન્યા તાલુકા શાળા અને હડમતિયા કુમાર પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરવામાં આવેલ હતા. આ સ્થળાંતરિતોને સરકાર દ્વારા કેશ ડોલ્સની ચૂકવણી કરવામાં આવી છે. ગુજરાત સરકાર તેમજ વહીવટી તંત્ર દ્વારા સ્થળાંતર પામેલા વિચરતી વિમુક્ત જાતિઓના વ્યક્તિઓને રોજબરોજની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મેળવવા માટેની મુશ્કેલી નિવારવા રોકડ રકમ(કેશ ડોલ્સ)ની સહાય ચૂકવવાની જરૂરિયાત ઉદભવતા મહેસૂલ વિભાગ દ્વારા બિપરજોય વાવાઝોડા દરમિયાન સ્થળાંતર કરવામાં આવેલા હોય તેવા પુખ્ત વયની વ્યક્તિને 100 રૂપિયા અને બાળકદીઠ રૂપિયા 60 પ્રતિદિન મળીને કુલ દિવસ 2 ના રૂપિયા 12560 હડમતિયા ગામના પંચ તેમજ ગામના તલાટી મંત્રી મનિષાબેન ગજેરા અને શિક્ષકોની હાજરીમાં ચૂકવવામાં આવ્યા..