મોરબી : મોરબી લાયન્સ ક્લબ સીટી દ્વારા હંગર પ્રોજેક્ટ અંતર્ગત રવાપર રોડ ખાતે ફ્રી ટિફિન સેવા કેન્દ્ર ચલાવવામાં આવે છે. આ સેવા કેન્દ્રમાં 350 લોકોને ચાલે તેટલું ખીચડીના ચોખા અને દાળની કીટ માટે લાયન ગૌતમભાઈ કાલરીયા ગોલ્ડન બેકરી તરફથી આર્થિક સહયોગ તેમજ ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા રૂ. 5100નું રોકડ યોગદાન આપવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટીનાં સેક્રેટરી લાયન ટી. સી. ફુલતરીયા, ખજાનચી લા. મણીલાલ કાવર, લા. નાનજીભાઈ મોરડીયા, લા. પ્રાણજીવનભાઈ રંગપડિયા, લા. ગૌતમભાઈ કાલરીયા તેમજ લાયન્સ ઈન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છનાં વાઈસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રમેશભાઈ રૂપાલા ઉપસ્થિત રહી સહયોગ આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.