મોરબી જિલ્લા કલેકટર દ્વારા કોરોના રસીના બંને ડોઝ લેવા લોકોને અપીલ કરવામાં આવી મોરબી : મોરબીમાં પ્રતિદિન કોરોના કેસમાં વધારો જોવા મળતા મોરબી જિલ્લા વહીવટી તંત્રએ ધનવંતરી રથ અને સંજીવની આરોગ્ય રથ કાર્યરત કરાવ્યા હતા.તેમજ કલેકટરે કન્ટેન્ટમેન્ટ ઝોનની મુલાકાત લઈ કોરોના પોઝીટીવ દર્દીઓની મુલાકાત કરી હતી અને લોકોને કોરોના રસીના બંને ડોઝ લઇ લેવા અપીલ કરી હતી. મોરબી જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાતો રહે છે.તેથી મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વધતા કેસને ધ્યાને રાખી 6 ધનવંતરી રથ અને 8 સંજીવની આરોગ્ય રથ કાર્યરત કરાવ્યા હતા.કલેકટર જે. બી. પટેલ,જિલ્લા વિકાસ અધિકારી પી.જે.ભગદેવ,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એમ.કતીરા તેમજ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.વારેવાડીયા દ્વારા કન્ટેન્ટમેન્ટ ઝોનની મુલાકાત લઈ કોરોના પોઝીટીવ દર્દીઓની મુલાકાત કરી હતી.તેમની તબિયત વિષે ખબર અંતર પુછી અન્ય કોઈ મુશ્કેલી પડી રહી છે કે કેમ તે અંગે સંવાદ કરેલ હતો. તેમજ ધનવંતરી રથ અને સંજીવની રથની કામગીરીની સમીક્ષા કરવામાં આવેલ હતી.વધુમાં હોમ આઈશોલેશનમાં રહેલા મોટાભાગના તમામ દર્દીઓએ અગાઉ કોરોના રસીના બંને ડોઝ લઈ લીધેલ હોવાથી કોરોનાના કોઈ ગંભીર લક્ષણો જોવા મળેલ નથી.તેમજ હોસ્પિટલમાં દાખલ થવાની પણ જરૂર પડેલ નથી.આથી કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મોરબીની તમામ જનતાને કૉવિડ એપ્રોપ્રીએટ બીહેવિયર રાખવા તેમજ વેકશીનના બંને ડોઝ તુરંત લઈ લેવાની અપીલ કરેલ હતી.જેથી કોરોનાના ગંભીર લક્ષણોથી બચી શકાય અને મોરબી જીલ્લાને કોરોનાથી બચાવી શકાય. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..